Archive for મે, 2012


1. રાજુ : તું આવી ફાટલી ગંજી શા માટે પહરે છે

ભોલુ : રાજુ મારી ગંજી વારંવાર ફાટી જાય છે

રાજુ : રણજિત ની ગંજી પહેરો!

ભોલુ : તો રણજિત શું પહરેશે?

2.  ૨ મિત્રો હોટેલ માં ગયા . ૧ કિલો ભજીયા મંગાવ્યા .૧ મિત્ર ગમાર હતો .

ગમાર ભજિયું જોઇને : સાલું કયેથી તોડું નહિ કયેથી ટાંકા નથી માવો મહી પેઠો તો પેઠો કઈ રીતે

3. એક કાકા વરસાદ માં છતરી લઈને જતા હતા અને એ કાકા હિસાબ કરતા હતા કે ચાર તારી બાર.

આગળ એમને આવડતું નતું એટલે આખા રસ્તા માં એ આજ બોલ્યા કરતા હતા.

એવા માં આગળ રસ્તા માં એક ડોસી માં ચાર વીંનતા હતા તેને આ કાકા ને બોલતા સાંભળ્યો ક ચાર તારી બાર એટલે ડોસી ગુસ્સે થઈ ન બોલી બાર તારી છત્રી.

4. ટીચર:ચંદુ WHAT IS DIFFERENCE BETWEEN HIMAMI & સુનામી…..?

 

ચંદુ: એમા વળી શું તફાવત…

 

HIMAMI IS FACEWASH &  સુનામી IS DESHWASH…..

5.  એક દહીવાળો બસ માં બેઠો હતો.સીટ પર લખ્યું હતું મહિલાઓ કે લિયે.

આગળ ના સ્ટોપ પરથી બે મહિલા બસ માં આવી અને બસ માં જગ્યા ન હતી એટલે તેમણે દહીં વાળા ને કહ્યું ખડે હો જાઓ.

દહીવાળો બોલ્યો કેમ?

મહિલાઓ બોલી ક્યોકી હમ મહિલાએ હે તો દહીવાળો ધીમેથી બોલ્યો આપ મહિલાએ હે તો ક્યાં હુઆ હમ દહીં લાયે હે…

6.  કનુઃ મારે ચાર દિકરા છે.

પહેલો એમબીએ છે

બીજો એમસીએ છે

ત્રીજો પીએચડી છે

ત્રીજો પીએચડી છે

ચોથો ચોર છે.

મનુઃ તો ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતો?

કનુઃ એ જ તો કમાય છે, બાકીના બેરોજગાર છે…

Advertisements

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી

શ્રીમિત સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચરંજીવી પતંગના શુભલગ્ન

શ્રીમિત ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તા. 14 જાન્યુઆરી 2010 ના રોજ નિર્ધાર્યા છે.

તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપિતનો આનંદ લેવા
લૂંટણીયાઓ સિહત પધારી ઘોંઘાટમાં વ્રુદ્ધિ કરશોજી….

વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે……

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
– ડો. રઇશ મનીયાર

1.

છોકરો:પપ્પા હું તમને મારા લગ્ન માં નહિ બોલવું.

પપ્પા:કેમ?

છોકરો:તમે મને તમારા લગ્ન માં બોલાયોતો.

2.

શાહરુખ ખાન ગુજરાતી કુટુંબમા જન્મ્યો હોત તો એની ગુજરાતી ફિલ્મો ના નામ કેવા હોત

રાજુ બન ગયા જેન્ટલ મેન – રાજુડીયો સુધરી ગયો

કભી હા કભી ના – આનાકાની

એક ભાઈ નો કોર્ટ માં કેસ ચાલતો હતો.

મુદત ના દિવસે એમને અગત્યના કામે બહાર જવાનું થયું તો વકીલને ફોને કરી કીધું કે હું આજ હાજર નહિ રહી શકું તો જે ચુકાદો આવે મને મેસેજ કરી દેજો.

ભાઈ કેસ જીતી ગયા તો વકીલે મેસેજ કર્યો કે સત્ય ની જીત થઇ છે.

ભાઈ એ રિપ્લાય આપ્યો કે ઉપલી કોર્ટ માં અપીલ કરી નાખો.

3.

પોલીસે દારુડિયાને પકડ્યો અને પૂછ્યું : ક્યાં જાય છે?

દારૂડિયો : હુ દારુ પીવાથી થતાં ગેરફાયદા વિશેના ભાષણને સાંભળવા જઉં છું.

પોલીસ : આટલી મોડી રાત્રે કોણ ભાષણ આપવાનું છે?

દારૂડિયો : મારી પત્ની.

4.

એક દારૂડિયો ગટર માં પડ્યો હતો.
લોકો એ પૂછ્યું કેમ કરતા પડી ગયો?
દારૂડિયો : અડધો દારૂ પીવાના લીધે.
લોકો: કેવી રીતે?

દારૂડિયો: પૂરો પીધો હોત તો બાર માં જ પડી જાત.
અડધો પીધો એટલે ઉભો થઇ શક્યો એટલે ઘરે જતા રસ્તા માં પડી ગયો.

5.

એક વાર એક પત્ની એ એના પતિ ને કહ્યું મને ડોકટરે એક મહિના માટે સારા હિલ સ્ટેસન પર જવા માટે કહ્યું છે, તો આપને ક્યાં જઈસુ ?

પતિ : કોઈ સારા ડોક્ટર પાસે???.!!!!!!!!!!!!!!!!!!Image

-તો ચલો માણીએ નાની નાની રમુજો……….

 • ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’
  નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
 • સ્કૂલમાં આગ લાગી ગઈ.
  આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે….
  પણ એક છોકરો ઉદાસ હતો.
  બધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે ?’
  છોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને !’
 • કૉલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બા જેવા જ હોય છે. પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’ કોચ હોય છે. વચ્ચેની 3 થી 7 બેન્ચો ‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે અને છેલ્લી બે બેન્ચો વીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે !
 • જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?
  વિચારો…
  વિચારો…
  હજી વિચારો છો ?
  અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા ?
 • શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું :
  ‘એક ખેતર ખેડતાં બે જણાને ચાર દિવસ લાગે, તો એ જ ખેતર ખેડતાં આઠ જણાને કેટલા દિવસ લાગે ?’
  એક છોકરાએ ઊભા થઈને કીધું : ‘પહેલાં એ તો કહો, એ ખેડેલું ખેતર ફરી ખેડનારા એ ડોબાઓ છે કોણ ?’
 • સસલો અને કાચબો 12મા ધોરણની પરીક્ષામાં બેઠા.
  સસલાના 75 ટકા આવ્યા, કાચબાના માત્ર 50 ટકા.
  છતાં કાચબાને કૉલેજમાં ઍડમિશન મળી ગયું ! કેમ ?
  સ્પૉર્ટ્સ ક્વોટા ! નાનો હતો ત્યારે રેસ જીતેલો ને ?Image

જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.
જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.

રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.

મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.

બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી
રશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

– ડૉ. રશ્મિકાન્ત શાહ
ચર્મરોગ નિષ્ણાંત
કાંદિવલી- વેસ્ટ

આ અમદાવાદ ના ટ્રાફિકમા

આ અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે,
ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી “કટ” મારવાનું રહે છે;

“પેલો” ઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે,
કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે;

ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે,
અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવો “તોડ” કરવાનું રહે છે;

BMW ના રોલા જોઇને સાલુ પસ્તાવાનું રહે છે,
મજૂરી કરતા સાઈકલ સવાર પર દયા ખાવાનું રહે છે;

આ ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનુ રહે છે,
જેનું કારણ મોટે ભાગે તારાથી દુર થવાનું રહે છે;

રુચિકર તારી વાતોમાં ખોવાઈ જવાનું રહે છે,
પ્રાણપ્રિયે તારી આંખોમાંથી અમૃત પીવાનું રહે છે;

કાળી અંધારી રાતમા મૃગજળના મોતી શોધવાનું રહે છે,
આ “ભાર્ગવ”ને કાળાં માથાઓની ભીડમાં, બસ માણસ શોધવાનું રહે છે;

આ અમદાવાદ ના ટ્રાફિકમા…

– ભાર્ગવ દવે

TALKING YAAR!!!!

guess —–su vaat thai rahi chhe ?

હું તારી hard disk ને તું મારી ram

હું તારી HARD DISK ને તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;
DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,
અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,
DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે!

-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ
એથી છુટી તેની જીભડી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ભાઇઓ ને બહેન એનાં દોહ્યલા રે લોલ
સાસુએ સિંચેલ એની સોડ્ય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

રીમોટ આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભરી દાઝ
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
પિયરે જોડેલ એના ફોન રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
બોલતા ખૂટે ન એની લવારી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પતિને એ હશે ધ્રૂજાવતી રે લોલ
ભવોભવ ન મળે આવી બાય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

નયનો નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ આસુનો પ્રવાહ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

વરસે ઘડીક વ્હેમ વાદળી રે લોલ
લાડીનો વ હે મ બારે માસ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ઢળતી ચ હે રે દીસે રોશની રે લોલ
એની નહિ ટુકાય ટીપટાપ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

– જયકાંત જાની (USA) – (પ્રતિકાવ્ય)