ના કર સાસુ દીકરા દીકરા, 
હવે તો હસબન્ડ મારો 
જ્યારે પહેરતો બાબાસૂટ, ત્યારે 
દીકરો તારો હતો 
હવે તો પહેરતો થ્રીપીસ સૂટ, હવે 
તો ડાર્લિંગ મારો 
જ્યારે પીતો બોટલમાં દૂધ, ત્યારે 
ગગો તારો હતો 
હવે તો પીતો ગ્લાસમાં વ્હીસ્કી, 
હવે તો મીસ્ટર મારો 
જ્યારે લખતો ક,કા,કી,કુ ત્યારે 
નાનકો તારો હતો 
હવે તો કરે SMS, હવે તો પતિ મારો 
જ્યારે ખાતો ચોકલેટ આઈસ્ક્રીમ, 
ત્યારે વ્હાલો તારો હતો 
હવે તો ખાય પીઝા પાસ્તા, એ 
તો છે હસબન્ડ મારો 
ના કર દીકરા દીકરા સાસુ, હવે 
તો છે હસબન્ડ મારો 
હવે તો જાય ગોલ્ફ રમવા, હવે 
તો ચેમ્પિયન મારો 
ના કર સાસુ દીકરા દીકરા, હવે 
તો હસબન્ડ મારો 
કોલેજમાં લાઈન મારતો હતો, તે 
દીકરો તારો 
હવે કહું ત્યાં સાઈન કરતો, વર છે 
મારો 
ના કર સાસુ દીકરા દીકરા, હવે 
તો હસબન્ડ તો છે મારો 
– પલ્લવી મિસ્ત્રી

Advertisements