ફેસબુક જન તો તેને રે કહીએ …..

ફેસબુક જન તો તેને રે કહીએ જે ટેગ પરાણે મારે રે,
ટેગ કરી ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને ટેગે, છોડે ન એ કોઈને રે,
પોતાની વોલને ચોખ્ખી રાખે, ધન ધન ગર્લફ્રેન્ડ તેની રે … ફેસબુક જન

સમદ્રષ્ટિ ને સૌને ટેગે, પણ સ્ત્રી જેને ખાસ રે,
કોપી કરીને સૌને ટેગે, ગોરધન નવ કાંપે હાથ રે … ફેસબુક જન

મુકુલ છાયા ગાંઠે નહિ એને, ટેગ વૈરાગ્ય નહીં મનમાં રે,
બે-ચાર શું કોમેન્ટ રે વાગી, સકળ સ્ટેટસ તેના માનમાં રે … ફેસબુક જન

વણથોભી ને સતત ઠોકી છે, કામ-ધંધો વિસાર્યા રે,
પણે અધીરિયો તેનું વર્ણન કરતાં ધૂળનાં ફાકા માર્યા રે … ફેસબુક જન

                                                                             ——-agyaat———

Advertisements