@_@-મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું.
રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’
ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’
રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે.’

 

@_@-એકવાર એક નેતાનું મૃત્યુ થયું. એમના આત્માને યમદૂત લેવા આવ્યા તો એ આત્મા એકપણ ડગલું ચાલ્યો નહિ. છેવટે કંટાળીને યમદૂત બોલ્યો : ‘હે જીવાત્મા ! તને હું આટલો આગ્રહ કરું છું છતાં તું કેમ એક ડગલું પણ ચાલતો નથી ?’
નેતાના તે મહાન આત્માએ સંપૂર્ણ ગૌરવથી કહ્યું : ‘હું જીપની રાહ જોઈ રહ્યો છું.’

 

@_@-કનુ : ‘હું તમારી દીકરીને એટલું બધું ચાહું છું કે એની ખાતર હું બધું છોડીને આવ્યો છું.’
દીકરીનો બાપ : ‘બધું એટલે શું ?’
કનુ : ‘ચાર છોકરાં અને એક પત્ની !’

 

@_@-ઊંચા ડુંગર ઉપર ચડીને એક માણસે ભગવાનને પૂછ્યું : ‘ભગવાન ! તમારે માટે કરોડો વર્ષ એટલે કેટલાં ?’
ભગવાન : ‘એક મિનિટ જેટલા !’
‘કરોડો રૂપિયા એટલે કેટલા ?’
‘એક પૈસા જેટલા !’
‘તો પછી મને એક પૈસો ન આપો ?’
‘ચોક્કસ, એક જ મિનિટમાં આપું !’

 

@_@-પરીક્ષામાં સુપરવાઈઝર સર બહુ જ કડક હતા અને પેપર પણ અઘરું હતું. જરાય ચોરી કરવા મળતી નહોતી.
.
છેલ્લી બેન્ચ પર બેઠેલો પપ્પુ ખૂબ કંટાળ્યો. છેવટે એણે સુપરવાઈઝરને એક ચિઠ્ઠી આપી.
.
સુપરવાઈઝરે એ ચિઠ્ઠી વાંચી અને ચુપચાપ પોતાની ખુરશી પર જઈને બેસી ગયા.
.
પપ્પુની આગળ બેઠેલા છોકરાએ પપ્પુને પૂછ્યું,
‘યાર, તેં ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?’
.
.
પપ્પુ: ‘સર, તમારું પેન્ટ પાછળથી ફાટેલું છે…!!’

Advertisements