૧ …વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

૨ … શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?
ભોલું: એક જ ભારત!
શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!
ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.

૩ …શિયાળાની વહેલી સવારે કડકડતી ઠંડીમાં ઘરવાળાઓ કહેતા હોય નાહી લો અને મન કહેતું હોય આજે ચાલશે તો આ ઘરગથ્થું ઉપાય અજમાવા જેવો,
સૌપ્રથમ એક ડબલું પાણી ભરી અરીસા સામે ઉભું રહેવું પછી એ બધું પાણી એકસાથે અરીસા(તમારા પ્રતિબિંબ ) પર રેડી દેવું કદાચ બની શકે કે
તમારા મનમાં એવી લાગણી થઇ શકે કે હાશ આજે નવાઈ ગયું
હરી ઓમ….

૪….બા: મેં આજે ટોકીઝ માં પા picture જોયું ……..

બાપુ: ડોબી ગય તી તો આખું જોવું તું ને પા કેમ જોયું ?????

Advertisements

જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.
જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.

રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.

મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.

બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી
રશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

– ડૉ. રશ્મિકાન્ત શાહ
ચર્મરોગ નિષ્ણાંત
કાંદિવલી- વેસ્ટ

આ અમદાવાદ ના ટ્રાફિકમા

આ અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે,
ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી “કટ” મારવાનું રહે છે;

“પેલો” ઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે,
કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે;

ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે,
અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવો “તોડ” કરવાનું રહે છે;

BMW ના રોલા જોઇને સાલુ પસ્તાવાનું રહે છે,
મજૂરી કરતા સાઈકલ સવાર પર દયા ખાવાનું રહે છે;

આ ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનુ રહે છે,
જેનું કારણ મોટે ભાગે તારાથી દુર થવાનું રહે છે;

રુચિકર તારી વાતોમાં ખોવાઈ જવાનું રહે છે,
પ્રાણપ્રિયે તારી આંખોમાંથી અમૃત પીવાનું રહે છે;

કાળી અંધારી રાતમા મૃગજળના મોતી શોધવાનું રહે છે,
આ “ભાર્ગવ”ને કાળાં માથાઓની ભીડમાં, બસ માણસ શોધવાનું રહે છે;

આ અમદાવાદ ના ટ્રાફિકમા…

– ભાર્ગવ દવે

હું તારી hard disk ને તું મારી ram

હું તારી HARD DISK ને તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;
DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,
અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,
DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે!

-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ
એથી છુટી તેની જીભડી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ભાઇઓ ને બહેન એનાં દોહ્યલા રે લોલ
સાસુએ સિંચેલ એની સોડ્ય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

રીમોટ આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભરી દાઝ
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
પિયરે જોડેલ એના ફોન રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
બોલતા ખૂટે ન એની લવારી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પતિને એ હશે ધ્રૂજાવતી રે લોલ
ભવોભવ ન મળે આવી બાય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

નયનો નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ આસુનો પ્રવાહ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

વરસે ઘડીક વ્હેમ વાદળી રે લોલ
લાડીનો વ હે મ બારે માસ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ઢળતી ચ હે રે દીસે રોશની રે લોલ
એની નહિ ટુકાય ટીપટાપ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

– જયકાંત જાની (USA) – (પ્રતિકાવ્ય)